નિજદોષ દર્શનથી... નિર્દોષ ! - તમે આ જ્ઞાન (આત્મસાક્ષાત્કાર નું જ્ઞાન) મેળવશો પછી, તમારી અંદર જે કંઈપણ થઇ રહ્યું છે તેને તમે જોઈ શકશો અને પૃથ્થકરણ કરી શકશો. આ તમારી અંદર નું પૃથ્થકરણ એ વિશ્વદર્શન ના જ્ઞાન પર પ્રકાશ પાડતું ક્ષેત્ર છે. સંપૂર્ણ વિશ્વદર્શન નું જ્ઞાન નહિ પણ તેનો અંશ કહી શકાય. તમે ગમતા અને અણગમતા બન્ને વિચારો જોઈ શકશો. સારા વિચારો પ્રત્યે રાગ નહીં અને ખરાબ વિચારો પ્રત્યે દ્વેષ નહીં. શું સારું છે અને શું ખરાબ છે એ જોવાની તમારે જરૂર નથી કારણકે એ તમારા વશ માં નથી. જ્ઞાનીઓ (આત્મજ્ઞાન પામેલા) શું જોતાં હશે? તેઓ જગત ને નિર્દોષ જુએ છે. જ્ઞાની જાણે છે કે આ જગત માં જે કંઈપણ થઇ રહ્યું છે તે પહેલાં જે ચાર્જ કરેલું તેનું ડીસ્ચાર્જ છે. તેઓ જાણે છે કે જગત દોષિત છે જ નહિ. તમને અપમાન મળે કે તમારા ઉપરી સાથે ઝગડો થાય તે તમારા પૂર્વ કર્મ (પ્રારબ્ધ,ભાગ્ય) નો ડિસ્ચાર્જ છે, તમારા ઉપરી તો ફક્ત નિમિત્ત છે. આ જગત માં કોઈ નો દોષ કાઢી ન શકાય.તમને જે બધી ભૂલો દેખાય છે તે તમારી પોતાની જ છે. તમારી જ મોટી અને નાની ભૂલો છે. જ્ઞાનીપુરુષ ની કૃપા થી નાની ભૂલો નાશ થાય છે. જે વ્યક્તિ પાસે આત્મજ્ઞાન (આધ્યાત્મિક ઉઘાડ) નથી હોતું, તેને હમેશાં બીજા ના દોષ દેખાય છે પણ પોતાની ભૂલ દેખાતી નથી. આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ની દોષ રહિત દ્રષ્ટિ મેળવવા ની સમજણ, એની રીત, એનું મહત્વ અને એને ટકાવી રાખવા ની રીત રજુ કરવા માં આવી છે. જયારે તમે આત્મજ્ઞાન મેળવો છો ત્યારે તમે તમારા મન, વચન, કાયા પ્રત્યે પક્ષપાતી નથી રહેતા. આ નિષ્પક્ષપાતીપણા થી તમને તમારા પોતાના દોષો દેખાય છે અને તમે તમારી અંદર શાંતિ નો અનુભવ કરી શકો છો.